The Gujarati and Hindi Phonetic Keyboard Layouts for Microsoft Windows
===> મિત્રો, તમારા pc માં gujarati shurti install કરવા માટે નીચે ની file downloads કરી . તેમાના step જોઇ ને તમે કરી શકો છો.
નીચે જે gujarati surti indic softwere છે તેના પર click કરી . જે ફાઇલ ખુલશે . તેમા ctrl+s એકસાથે દબાવા થી save થઇ જશે.
===> મિત્રો , આ shruti font એ ccc, ccc+ and internet પર પણ વાપરી શકો છો. (help :-sandipatel90.sp@gmail.com)
શ્રુતિ ફોન્ટ થકી કૉમ્પ્યુટરમાં ગુજરાતી લખતાં શીખો
કૉમ્પ્યુટરમાં ગુજરાતી લખવાનું, અર્થાત્ કૉમ્પ્યુટરમાં ગુજરાતી ટાઈપ કરવાનું, આપને કદાચ અઘરું જેવું લાગશે પણ વાસ્તવમાં તો સહેલું છે. આ વેબસાઈટમાં બધી જ મહિતી આપને મળશે. કદાચ વધારે પડતી માહિતી હશે. પરંતુ, આ પહેલું પગલું છે. આ વેબ પેજ પર સીમ્પલ માર્ગદર્શન છે. વધારે માહિતી માટે આ વેબ પેજ પર જે લીન્કો હશે તેને ક્લિક કરીને માહિતી મેળવો.
અહિયાં ગુજરાતી ઉપર ધ્યાન આપવામાં અવ્યું છે પરંતુ હિંદીનું કીબોર્ડ સરખુ જ છે એટલે કે ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ (keyboard layout) અને હિંદી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ સરખાં છે, માટે હિંદી પણ શીખી શકશો. આપ ગુજરાતી ફોનેટીક કીબોર્ડમાં k ટાઈપ કરવાથી ક ટાઈપ થશે અને હિંદી ફોનેટીક કીબોર્ડમાં k ટાઈપ કરવાથી क ટાઈપ થશે.
નિચેના નિશ્ચિત વિષય પર માર્ગદર્શન મેળવાવા માટે લીન્ક પર ક્લિક કરો અથવા નિચે પહેલા પગલાથી આરંભ કરો.
- સીમ્પલ અક્ષર કેવી રીતે ટાઈપ કરવા, દાખલા તરીકે ક, ખ, ગ, ઘ, ...
- અર્ધા અક્ષર સાથે જોડેલા અક્ષરો કેવી રીતે ટાઈપ કરવા, દાખલા તરીકે પ્ત, શ્ર, હ્મ, ત્મ્ય, ...
- વાવલ અને વાવલોના ચિહ્નો કેવી રીતે ટાઈપ કરવાં, દાખલા તરીકે અ, આ, ઇ, ઈ, ...
- ર અને દ સાથેના અર્ધા અક્ષરો કેવી રીતે ટાઈપ કરવા, દાખલા તરીકે ર્ય, પ્ર, દ્ધ, દ્વ, ...
- ગુજરાતીમાં અનુશ્વર (ં મીંડું) કેવી રીતે વપરાય છે
- ગુજરાતીમાં વિસર્ગ (ઃ) કેવી રીતે વપરાય છે
પગલું ૧ - ગુજરાતી અથવા હિંદી ભાશા આધાર સ્થાપિત કરો (Install Gujarati (or Hindi) Language Support)
યુનિકોડ ફોન્ટ વતી ટાઈપ કરવા માટે પહેલાં તો તમારે માઈક્રોસોફ્ટ વીન્ડોઝમાં ગુજરાતી ભાશાનો આધાર સ્થાપિત કરવો પડે. અહિયાં એનાં પગલાં નથી આપવામાં આવ્યાં પરંતુ આ પેજમાં વિસ્તાર પૂર્વક આપવામાં આવ્યાં છે : માઈક્રોસોફ્ટ વીન્ડોઝમાં ગુજરાતી અથવા હિંદી ભાશા આધાર સ્થાપિત કેવી રીતે કરવો. તો પહેલા તે પેજ પર જઈને જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેને અનુસરીને પાછા અહીયાં બીજા પગલાથી અનુસરજો.
વીન્ડોઝને બદલે આપને લિનક્ષનું (Linux) માર્ગદર્શન મેળવવું હોય તો આ વેબ પેજ પર જુંઓ (હાલ અંગ્રેજી ભાશામાં જ ઉપલબ્ધ છે): How to Install Gujarati Language Support in Linux. ગુજરાતી ટાઈપ કરવાના નિયમો વીન્ડોઝ અને લિનક્ષમાં સરખા લાગું પડે છે, માટે તે વેબ પેજ સમજીને પછી આ વેબ પેજ પર ગુજરાતી ટાઈપ કરવાના નિયમો સમજવા વિનંતી: અક્ષરો અને અર્ધા અક્ષરો કેવી રીતે લખવા.
પગલું ૨ - લેન્ગવેજ બારમાં અંગ્રેજી ભાશાને બદલી ગુજરાતી ભાશા કરો (Switch Language to Gujarati in Language Bar)
આપ ગમે તે પ્રોગ્રામમાં ગુજરાતી લખી શકો છો, જો તે પ્રોગ્રામ યુનિલોડ સપોર્ટ કરે તો. આમ તો ઘણા ખરા પ્રોગ્રામ ગુજરાતી સપોર્ટ કરે જ છે, દાખલા તરીકે નોટપેડ, માઈક્રોસોફ્ટ વર્ડ, વર્ડપેડ, Windows Explorerમાં ડાયલોગ બોક્ષો, વગેરે. આવા પ્રોગ્રામોમાં ગુજરાતી ટાઈપ કરવા માટે ભાશા બદલવી પડે. સામાન્ય રીતે Alt+Shift બટન દબાવવાથી ભાશા બદલાય છે. જો આપે કન્ટ્રોલ પેનલમાં આ સેટીંગ બદલ્યું હોય તો આપ એ કીસ દબાવીને ભાશા બદલો. જો અત્યારે અંગ્રેજી એક્ટિવ હશે તો ગુજરાતી થઈ જશે અને ગુજરાતી એક્ટિવ હશે તો અંગ્રેજી થઈ જશે. આવી રીતે Alt+Shift દબાવવાથી ભાશા ટોગલ (toggle) થાય છે.
તમારો જે પ્રોગ્રામ એક્ટિવ હશે તેમાં જ ભાશા બદલાશે. માનો કે માઈક્રોસોફ્ટ વર્ડ અત્યારે ઉઘાડો છે અને આપ Alt+Shift દબાવીને અંગ્રેજીથી ગુજરાતી ભાશા બદલી તો કેવલ માઈક્રોસોફ્ટ વર્ડ માટે જ ભાશા બદલાઈ છે પણ બીજા પ્રોગ્રામો માટે નથી બદલાતી.
જો Alt+Shift દબાવવાથી ભાશા બદલાતી ના હોય તો આપ પહેલા પગલામાં ગુજરાતી લેન્ગવેજ બારમાં ઉમેરી નહિ હોય. ફરીથી આપ માઈક્રોસોફ્ટ વીન્ડોઝમાં ગુજરાતી અથવા હિંદી ભાશા આધાર સ્થાપિત કેવી રીતે કરવો પેજ પર જઈને ગુજરાતી ભાશા સ્થાપિત કરીને ઇચ્છિત ગુજરાતી કીબોર્ડ લેઆઉટ લેન્ગવેજ બારમાં ઉમેરજો. નિચેના ચાર પગલાંમાં જો લેન્ગવેજ બાર ના દેખાતી હોય અથવા માઉસથી કેવી રીતે ભાશા બદલવી તેનું માર્ગદર્શન ફોટા દ્વારા દર્શાવામાં આવ્યું છે.
૧) લેન્ગવેજ બારને ટેસ્કબારમાં જોવી હોય તો પહેલા ટેસ્કબારમાં રાઈટ-ક્લિક (માઉસનું જમનું બટન ક્લિક કરવું) કરો, પછીToolbars ઉપર ક્લિક કરો, પછી Language Bar ક્લિક કરો. આ કરવાથી આપને ટેસ્કબારમાં લેન્ગવેજ બાર દેખાશે. જો અત્યારે અંગ્રજી એક્ટિવ હશે તો આપને EN દેખાશે. ૨) પછીનું પગલું ભરતાં પહેલાં જે પ્રોગ્રામમાં તમારે ગુજરાતી લખવું છે તે પ્રોગ્રામને ઉઘાડો અને એક્ટિવ રાખો. ધારો કે માઈક્રોસોફ્ટ વર્ડમાં ગુજરાતી લખવું છે તો વર્ડ ઉઘાડીને એનો વીન્ડોવ એક્ટિવ રાખો. જો એક પણ વીન્ડોવ એક્ટિવ નહિ હોય તો તમારા ડેસ્કટોપ માટે ગુજરાતી ભાશા બદલાઈ જશે, એટલે કે તમારા Run boxમાં, Search boxમાં, Windows Explorerના Address barમાં ગુજરાતી ટાઈપ થશે.
૩) હવે આપ EN ઉપર ક્લિક કરશો તો GU Gujarati (India) દેખાશે. GU Gujarati (India) ક્લિક કરો તો ગુજરાતી ભાશા એક્ટિવ થઈ જશે. જો આપે Region and Language સેટીંગ્સમાં એક જ ગુજરાતીનું કીબોર્ડ લેઆઉટ ઉમેર્યું હોય તો આપને GUની બાજુમાં કીબોર્ડનું આયકોન (icon) જોવા નહીં મળે. પરંતુ તમે બેથી વધારે કીબોર્ડ લેઆઉટ પસંદ કર્યાં હોય તો કીબોર્ડ આયકોન જોવા મળશે અને કીબોર્ડ આયકોન ક્લિક કરવાથી એક લેઆઉટ પસંદ કરી સકશો.
૪) હવે ગુજરાતી ભાશા પસંદ કર્યા પછી અને ઇચ્છિત ગુજરાતી કીબોર્ડ પસંદ કર્યા બાદ આપ ગુજરાતી લખી શકો છો. નીચે આપને જોવા મળે છે કે Notepad2 પ્રોગ્રામ એક્ટિવ છે અને લેન્ગવેજ બારમાં GU પસંદ કરેલ છે, માટે Notepad2માં ગુજરાતી લખી શકાય છે. ઘણા પ્રોગ્રામો યુનિકોડ ઈનપુટ ઓળખી શકે છે, પણ ટેક્ષ્ટ એડિટરમાં કદાચિત આપને કેરેક્ટર એનકોડીંગ (character encoding) બદલવું પડશે. નિચે Notepad2ના સ્ટેટસ બારમાં UTF-8 જોવા મળે છે એટલે યુનિકોડ એનકોડીંગ પસંદ કરેલું છે.
પગલું ૩ - નિયમ પ્રમાણે ગુજરાતી કેવી રીત લખવું એનું માર્ગદર્શન
યુનિકોડ ફોન્ટ્સ વતી ગુજરાતી લખવું હોય તો અમુક નિયમો અનુસરવા પડશે તો જ સરલતાથી લખી શકાશે અને ઇચ્છિત પરિણામ મળશે. આપ ગમે તે કીબોર્ડ લેઆઉટ વાપરી શકો છો પણ આ નિયમો તો સરખા જ છે. આપ અંગ્રેજી કીબોર્ડ વાપરતા હોવ અને ફોનેટીક કીબોર્ડ લેઆઉટ વતી લખવું હોય તો મે બનાવેલ ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ ડાઉનલોડ કરીને સ્થાપિત કરો.
No comments:
Post a Comment